ઉડે ઉડે રે... મારો પતંગ,ઊંચે ઊંચે પેલા વાદળ ની સંગ...

આ દિવસે સૂર્ય મકર રાશિ માં પ્રવેશ કરે છે એટલા માટે મકરસક્રાંતિ કેહવામાં આવે છે

હવામાન જાણકાર મુજબ આ વર્ષે મકરસક્રાંતિ ના દિવસે પવન ની સારી જોવા મળશે.

મકરસક્રાંતિ ના દિવસે લોકો વિભિન્ન પ્રકારની ચીકી તથા તલના લાડુ ની લિજ્જત માણતા હોય છે.

ગુજરાતી તો આ ખાસ દિવસે ઊંધિયા ની મજા માણતા જોવા મળે છે.

ગુજરાતી લોકો માં આ ખાસ દિવસે પશુ ને ઘાસચારો નાખવાની પરંપરા પણ જોવા મળે છે.

મકરસક્રાંતિના દિવસે આકાશ રંગબેરંગી પતંગ થી ખીલી ઉઠે છે.

મકરસક્રાંતિના દિવસે અગાસી પર  "લપેટ" "પેચ" અને "કાપ્યો..છે" આવા કઈક શબ્દો સાંભળવા મળતા હોય છે.