જાણો આજનો દિવસ તમારો કેવો રહેશે?

તારીખ:-25/01/2024

મેષ રાશિના જાતકોને પાર્ટનરનો સહયોગ મળવાથી પ્રસન્નતા રહેશે, સ્થાયી સંપ્તતિના વેચાણથી મોટો લાભ થઇ શકે છે. નોકરીમાં વરિષ્ઠોનો સહયોગ મળશે, કારોબાર સારો ચાલશે અને આવકમાં વૃદ્ધિ થશે. વેપારમાં લાભ થશે. આજે ભાગ્ય 81 ટકા તમારાં પક્ષમાં રહેશે. ગરીબોને વસ્ત્ર અને ભોજન દાન કરો.

ક્રોધ અને ઉત્તેજના પર નિયંત્રણ રાખો, વિવાદને વધવા ના દો, જૂના રોગના કારણે દિનચર્યા પર અસર થઇ શકે છે. વાહન અને મશીનરીના ઉપયોગમાં લાપરવાહી ના કરો. એક નાનકડી ભૂલ પણ પરેશાનીનું કારણ બની શકે છે. આજે ભાગ્ય 76 ટકા તમારાં પક્ષમાં રહેશે. માતા લક્ષ્મીની પૂજા કરો.

આજે અચાનક ખર્ચ સામે આવી શકે છે, નોકરીમાં અધિકારીઓ સાથે તકરાર થઇ શકે છે. પાર્ટનર સાથે મતભેદ થવાના યોગ બની રહ્યા છે. તેમ છતાં બુદ્ધિ ચાતુર્યનો લાભ જીવનના વિભિન્ન ક્ષેત્રોમાં મળશે, તમારી પ્રતિભાનો લાભ ઉઠાવવામાં સફળ રહેશો. આજે ભાગ્ય 63 ટકા તમારાં પક્ષમાં રહેશે. ગાયત્રી ચાલીસાનો પાઠ કરો.

આજે મનની ચંચળતા પર નિયંત્રણ રાખો, કાયદાકીય અડચણથી અંતર રાખો. ઉતાવળમાં ધન હાનિ થઇ શકે છે. જો કે, વેપારમાં વૃદ્ધિના યોગ છે. નોકરીમાં શાંતિ રહેશે અને રોકાણથી લાભ થશે. ઘરમાં સુખ શાંતિ જોવા મળશે. વાણી અને ક્રોધ પર નિયંત્રણ રાખો. આજે ભાગ્ય 80 ટકા તમારાં પક્ષમાં રહેશે. શનિદેવના દર્શન કરો અને તેલ ચઢાવો.

આજે વ્યાવસાયિક યાત્રાઓ સફળ રહેશે, અચાનક લાભ પણ મળી શકે છે. ભાગ્યનો સાથ મળવાથી કારોબારમાં પ્રગતિ થશે તેમ છતાં શૅર માર્કેટ કે લોટરીના ચક્કરમાં ના પડો. સમાજમાં પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે. આજે ભાગ્ય 90 ટકા તમારાં પક્ષમાં રહેશે. દરરોજ રાત્રે અંતિમ રોટલી કાળા શ્વાનને ખવરાવો.

તમારાં પ્રયાસો આજે સફળ બનશે, કોઇ મોટાં કામની સમસ્યા દૂર થશે, મિત્રોનો સહયોગ મળશે. વેપારમાં ઇચ્છાનુસાર લાભ પ્રાપ્ત થશે. રોકાણ માટે દિવસ ઉત્તમ છે. પારિવારિક જીવનમાં સામંજસ્ય રહેશે. આજે ભાગ્ય 86 ટકા તમારાં પક્ષમાં રહેશે. ભગવાન સૂર્ય નારાયણને અર્ધ્ય આપો.

આજે લાંબા અંતરથી શુભ સમાચાર મળશે, જેનાથી આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે. વ્યવસાયમાં ઉતાવળ ના કરો, ઇજા અથવા દુર્ઘટનાથી બચો. લાભના નવા અવસરો પ્રાપ્ત થશે. ઓનલાઇન ખરીદી વખતે સાવધાન રહો. આજે ભાગ્ય 77 ટકા તમારાં પક્ષમાં રહેશે દરરોજ રાત્રે અંતિમ રોટલી કાળા શ્વાનને ખવરાવો.

આજે કામકાજમાં અડચણો આવી શકે છે, આવક ઓછી અને નોકરીમાં કાર્યભાર વધારે રહેશે. દુઃખદ સમાચાર મળવાથી નકારાત્મકતા વધશે. વ્યવસાયથી સંતુષ્ટિ નહીં મળે. પાર્ટનર સાથે મતભેદ થઇ શકે છે. કોઇ કાર્યમાં ઉતાવળ ટાળો. આજે ભાગ્ય 65 ટકા તમારાં પક્ષમાં રહેશે. રાત્રે કાળા શ્વાનને રોટલી ખવરાવો.

આજે મિત્રો સાથે સારો સમય પસાર કરશો, સ્વાદિષ્ટ ભોજનનો આનંદ ઉઠાવશો. બૌદ્ધિક કાર્યો સફળ બનશે. નોકરીમાં અનુકૂળતા રહેશે, વાણી પર નિયંત્રણ રાખો. સમાજમાં માન પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે. યાત્રાથી લાભ થશે. આજે ભાગ્ય 91 ટકા તમારાં પક્ષમાં રહેશે. બજરંગ બાણનો પાઠ કરો.

તમારી યાત્રા સફળ રહેશે, લેવડ-દેવડમાં સાવધાની રાખો. વ્યાવસાયિક યાત્રા અનુકૂળ રહેશે. તેમ છતાં મનમાં અજ્ઞાત ભય અથવા ચિંતા સતાવી શકે છે. તમારી પ્રતિષ્ઠામાં વધારો થશે, રૂચિ અનુસાર કામ મળવાથી પ્રસન્ન રહેશો. આજે ભાગ્ય 70 ટકા તમારાં પક્ષમાં રહેશે. ગાયને ગોળ ખવરાવો.

આજે પૂજા પાઠ અને સત્સંગમાં મન લાગશે, માનસિક શાંતિ રહેશે. કોર્ટ કચેરીના કાર્યો અનુકૂળ રહેશે, લાભના અવસરો પ્રાપ્ત થશે. સામાજિક કાર્યક્રમમાં ભાગ લેવાનો અવસર પ્રાપ્ત થશે. જો કે, આજે યાત્રાની યોજના ટાળો અને વાહન સાવધાનીથી ચલાવો. આજે ભાગ્ય 80 ટકા તમારાં પક્ષમાં રહેશે. દુર્ગા પૂજા કરો અને કવચનો પાઠ કરો.

આજે કોઇ નવી યોજના બનાવશો, કાર્યપ્રણાલીમાં સુધાર થશે. સામાજિક કાર્ય કરવાની ઇચ્છા જાગૃત થઇ શકે છે. પ્રતિષ્ઠા વધશે અને સુખના સાધનો એકઠાં કરશો. નોકરીમાં વર્ચસ્વ સ્થાપિત કરવામાં સફળ રહેશો. આવક વધશે, રોકાણ શુભ રહેશે. આજે ભાગ્ય 88 ટકા તમારાં પક્ષમાં રહેશે. સંકટનાશક ગણેશ સ્તોત્રનો પાઠ કરો.