Valentine Day- Top 10 વેલેંટાઈન ડે ગુજરાતી Love શાયરી
નજરે મળે તો પ્યાર થઈ જાય છે પલકે ઉઠે તો ઈજહાર થઈ જાય છે, ના જાણે શું કશિશ છે ચાહતમાં, કે કોઈ પણ અમારી જીંદગીનો, હકદાર થઈ જાય છે
ચાંદ ની કળા પર નાચે છે ધરતી કોઈ કહે છે ભરતી તો કોઈ કહે છે ઓટ પ્રણયની ચાહત મા ઝુલે છે માનવી કોઈ ચાહે છે જીંદગી તો કોઈ ચાહે છે મોત
દીપક નહી એક જ્યોતિ માંગુ છું સાગર નહી એક બૂંદ માંગુ છું હું જીંદગી ના અંતિમ શ્વાસ સુધી તારા બસ તારો સાથ માંગુ છું
પાડે છે સાદ તુ મને રોજ ખ્વાબમાં તારો અવાજ સાંભળુ છુ હુ કિતાબમાં તારી મહેન્દી નો રંગ મારી ગઝલ ને સજાવશે એકાદ પત્ર તુ પણ લખે જો જવાબમાં
તને જોવા ઇચ્છું છું, શાયદ તને પ્રેમ કરું છું. કાલ સુધી તને ઓળખતો ન હતો, પણ આજે તારો જ ઇંતજાર કરું છું
એક છે આકાશ અને દિશાઓ ચાર છે દિલ આ મારુ તને મળવા બેકરાર છે તારી જ યાદો ને તારી જ વાતો હવે તો આ નયન ને બસ તારો જ ઈંતજાર છે
હું તારા પ્રેમમાં છું, ક્યારેક એવું લાગે છે કે હું સપનું જોઉં છું. મેં ક્યારેય વિચાર્યું નહોતું કે મારું જીવન આટલું ઉલ્લાસ અને આનંદથી ભરેલું હશે. હું તને ખૂબ પ્રેમ કરું છુ
આ રાત ખૂબ જ મતલબી થઈ રહી છે જુવોને મને સુવડાવવા માટે તારા સપનાની રિશ્વત આપી રહી છે
શરણ નહીં સહારો છું, આજીવન હું તારો છું ઝાંખી લે તારા હ્રદયમાં, તારા નભ નો સિતારો છું..!!