ખેડૂત આંદોલન: પંજાબ થી ટ્રેકટરો લઈ ને ખેડૂતો હરિયાણા તરફ જવા નીકળી પડ્યા છે,કિસાન મજૂર સંઘર્ષ કમિટીના નેતા સરવન સિંહ પંધેર પણ તેમની સાથે જ છે.આ ખેડૂતો વ્યાસ પૂલ થી ફતેહગઢ સાહિબ માટે રવાના થયા છે.
ખેડૂતો આંદોલન ને “ચાલો દિલ્હી” નામ આપવામાં આવ્યું છે તો ઘણા બધા ખેડૂતો આંદોલન 2.0 પણ કહી રહ્યા છે.
ખેડૂત આંદોલન ને લઈ ને હરિયાણા સરકાર ની કાર્યવાહી
સમગ્ર દેશ માં ફરી એકવાર ખેડૂત આંદોલન એ વેગ પકડ્યો છે તો આ આંદોલન માટે હરિયાણા સરકાર સફાળી જાગી ઊઠી છે અને સમગ્ર રાજ્ય ના 15 જિલ્લામાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે તો 7 જિલ્લામાં તો ઈન્ટરનેટ કનેક્ટિવિટી પણ બંધ કરી દેવામાં આવી છે, હરિયાણા – પંજાબ બોર્ડર પરનો રસ્તો પણ ખોદી દેવામાં આવ્યો છે જેનાથી પંજાબ થી ટ્રેક્ટર લઈ ને આવતા ખેડૂતો ને રોકી શકાય, સિરસામાં ચૌધરી દલબીર સિંહ ઈન્ડોર સ્ટેડિયમ અને ગુરુ ગોવિંદ સિંહ સ્ટેડિયમ બાદવાલીને અસ્થાયી જેલ બનાવાવમાં આવી છે,જેનો ઉપયોગ આંદોલન દરમિયાન ખેડૂતો ની અટકાયત કરી ને ત્યાં અસ્થાયી જેલ માં રાખવામાં આવશે.
પોલીસ તંત્ર દ્વારા દિલ્હી ની બોર્ડર પર કિલ્લેબંધી.
પંજાબ,હરિયાણા,ઉત્તરપ્રદેશ,રાજસ્થાન, આ સમગ્ર રાજ્યો માંથી ખેડૂતો ટ્રેક્ટર, બસ તથા અન્ય સાધનો વડે દિલ્હી માં પ્રવેશી ત્યાં ખેડૂત આંદોલન કરવામાં આવશે, તો અલગ અલગ રાજ્યો માંથી આવતા ખેડૂતો ને રોકવા માટે દિલ્હી પોલીસ દ્વારા ઘણા બધા રસ્તા પર સિમેન્ટ ના બેરિકેડ , તો અમુક રસ્તા પર લોખંડ ના બરિકેડ તથા કંટાળી વાળ પણ કરી દેવામાં આવી છે,જેનાથી દિલ્હી માં કિસાનો ને પ્રવેશ કરતા અટકાવી સકાય.
#पंजाब #हरियाणा में किसानों ने बैरिकेड तोड़ बॉर्डर किया पार,दिल्ली की तरफ हजारो किसानों के कूच करने की जानकारी.....#किसानआंदोलन #किसान_आंदोलन #kishan #kishanandolan pic.twitter.com/dMcelw8nVn
— ठाkur Ankit Singh (@liveankitknp) February 12, 2024
શું છે ખેડૂત આંદોલન કરનારા ખેડૂતો ની માંગણી
1. ખેડૂતો ની માંગણી છે ટેકાના ભાવ (Minimum Selling Price) ને લઈને કાયદો બનાવવામાં આવે જે ડો. સ્વામીનાથન કમીશનના રિપોર્ટ પર આધારિત હોય.
2. ખેડૂતો તથા ખેત મજુરો ને પેન્શન આપવામાં આવે.
3. ખેડૂતો તથા ખેત મજુરો નું દેવું માફ કરવામાં આવે.
4. ભૂમિ અધિગ્રહણ બિલ 2013માં ફેરફાર કરવામાં આવે.
5. લખીમપુર ખીરી કાંડમાં ખેડૂતો ને ન્યાય મળે તથા આરોપી ને સજા મળે
6. દિલ્હી ખેડૂત આંદોલન દરમ્યાન જે પણ ખેડૂતો એ જીવ ગુમાવ્યો છે તેના પરિવાર ને વળતર આપવામાં આવે તથા પરિવાર માંથી એક સભ્ય ને નોકરી આપવામાં આવે.
આવી અલગ અલગ 12 માંગણી ને લઈ ને ફરી એકવાર ખેડૂત આંદોલન એ દિલ્હી તરફ વેગ પકડ્યો છે.
16 ફેબ્રુઆરી એ ભારત બંધ નું એલાન.
સંયુક્ત કિસાન મોરચા દ્વારા 16 ફેબ્રુઆરી એ ભારત બંધ નું એલાન કરવામાં આવ્યું છે,જાણવામાં આવ્યું છે સમગ્ર ભારત દેશ ના ખેડૂતો તથા ખેત મજૂરો આ દિવસે કામ નહિ કરે તથા બપોરના 12 વાગ્યા થી સાંજ ના 04 વાગ્યા સુધી રાષ્ટ્રીય રાજમાર્ગો બંધ કરવામાં આવશે તથા હાઇવે પર ઘેરાવો કરવામાં આવે.