Kutchh Police: 2015 માં અપહરણ તથા ખંડણી ના કેસ માં નામદાર સુપ્રીમ કોર્ટ ના આદેશ બાદ કચ્છ CID દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી.
Kutchh Police: હમણાં ઘણા સમય થી સમગ્ર ગુજરાત માં પોલીસ પર અલગ અલગ વિસ્તાર માં FIR તથા ધરપકડ થઈ રહી છે,તેમાં વધુ એક કચ્છ પોલિશ (Kutchh Police) પર નામદાર સુપ્રીમ કોર્ટ ના આદેશ બાદ કચ્છ CID દ્વારા 6 પોલિશ કર્મચારી તથા ટોટલ 19 વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે,આ વાત ની જાણ થતાં પોલીસ બેડા માં ફરી એકવાર સન્નાટો છવાય ગયો છે.
કેશ ની વિગતો
શૈલેષ ભંડારી ના માલિકીની ઇલેક્ટ્રોથર્મ કંપની કચ્છ માં કાર્યરત છે તથા જેની હેડ ઓફિસ અમદાવાદ માં આવેલ છે તેના વિરુદ્ધ 2015 માં અપહરણ તથા ખંડણી નો આરોપ લગાવામાં આવ્યો હતો ,તમને જણાવી દઇએ કે ભૂતકાળ માં શૈલેષ ભંડારી પર બીજી પણ ઘણી બધી ફરિયાદ દાખલ થયેલ છે, આ ફરિયાદ માં ભંડારી ને બચવા માટે kutchh Police નાં 6 કર્મચારીઓ એ કેશ ને ક્લોઝ કરવામાં મદદ કરી હતી જેમાં તત્કાલીન 2 IPS, 3 Dysp, 1 Police Inspector મળીને ટોટલ 19 લોકો વિરુદ્ધ કચ્છ CID દ્વારા નામદાર સુપ્રીમ કોર્ટ ના આદેશ બાદ ગુનો નોંધવામાં આવેલ છે.
ફરિયાદી પ્રેમ લિલારામ શીરવાણી કે જે પોતે ઇલેક્ટ્રોથર્મ કંપની માં નોકરી કરતો હતો તેને કંપની ના માલિક શૈલેષ ભંડારી એ તેને કમ્પનાય નો ચેરમન બનાવી તેના નામે કરોડો ની લોન લેવાનો પ્લાન બનાવ્યો હતો પણ ગમે તેમ રીતે ફરિયાદી ને આ વાત ની જાણ થતાં તેણે ચેરમેન બનવાનો ઇનકાર કરેલ તે બાદ શૈલેષ ભંડારી દ્વારા તેનું અપહરણ કરી 8 કલાક સુધી ગોંધી રાખવામાં આવ્યો હતો તથા ખંદલી પણ વશુલવામાં આવી હતી આ વાત ને લઇ ને ફરિયાદી દ્વારા 2015 ગાંધીધામ ની ઘણી બધી સરકારી કચેરી નો સંપર્ક કરેલ પરંતુ કંપની ના માલિક તથા અમુક પોલીસ ઓફિસર ની મીલીભગત ના લીધે કેસ નોંધવામાં ન આવ્યો ત્યાર બાદ ફરિયાદી દ્વારા નામદાર હાઇકોર્ટ માં ફરિયાદ દાખલ કરેલ કોર્ટ ના આદેશ બાદ પણ પોલીસ દ્વારા કેસ ક્લોસ કરી દેવામાં આવેલ,
અંતે ફરિયાદી એ નામદાર સુપ્રીમ કોર્ટ માં ફરિયાદ દાખલ કરી બાદ માં સુપ્રીમ કોર્ટ ના આદેશ બાદ કચ્છ પોલીસ(Kutchh Police) ના તત્કાલીન 2 IPS, 3 Dysp, 1 Police Inspector મળીને ટોટલ 19 લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે,
જો પોલીસ ધારે તો કાનૂની નિયમોને આધારે ઘણા બધા નેક કામ કરી સકે છે તથા કરે પણ છે અમુક ઓફિસર દ્વારા આ રીતે સત્તાનો દુરુપયોગ કરવામાં આવે છે.ફરિયાદી ની 9 વર્ષ ની આકરી પરીક્ષા બાદ ફરિયાદ દાખલ તો થયેલ છે હવે આંગળનું જોવું રહ્યું!!!