Maulana Mufti Salman Azhari: જૂનાગઢ માં ભડકાઉ ભાષણ આપવા બદલ Maulana Mufti Salman Azhari ની મુંબઈ થી કરવામાં આવી ધરપકડ.
શું હતો સમગ્ર મામલો ?
જૂનાગઢ માં એક કાર્યક્રમ દરમ્યાન Maulana Mufti Salman Azhari દ્વારા ભડકાઉ ભાષણ આપવામાં આવ્યું હતું જેનો એક વીડિયો સોશિયલમીડિયામાં વાયરલ થયો હતો ત્યાર બાદ જૂનાગઢ પોલીસ દ્વારા કાર્યક્રમ ના આયોજક પર કલમ 153 (C), 505 (2) તથા અન્ય કલમ લગાવી ને ગુનો દાખલ કરવામાં આવ્યો હતો,જેમાં 2 લોકો ની પેહલા જ અટકાયત કરી લેવામાં આવી હતી.
ગઈ કાલે સાંજે(04 જાન્યુઆરી) એ Maulana Mufti Salman Azhari ની ગુજરાત ATS તથા મુંબઈ પોલીસ દ્વારા તેના ઘર થી અટકાયત કરવામાં આવી હતી,ત્યાર બાદ તેને ઘાટકોપર પોલીસ સ્ટેશન માં રાખવામાં આવ્યો હતો.અટકાયત બાદ maulnaa ના સમર્થકો ની ભીડ એકઠી થાય ગઈ હતી જેના પગલે પોલીસે પણ ત્યાં બાંધો બસ્ત વધારી દીધો હતો.
Maulana Mufti Salman Azhari ના વકીલે શું કહ્યું ?
Maulna Mufti Salman Azhari ના વકીલ આરીફ સિદ્દીકી દ્વારા જણાવવામાં આવ્યું: પોલીસ દ્વારા કોઈ પણ જાત ની નોટિસ આપ્યા વિના અટકાયત કરવામાં આવી છે જે નો અમે વિરોધ કરીએ છિયે તથા, પોલીસ દ્વારા મુંબઈ ની કોર્ટ માં ટ્રાંઝિટ રિમાન્ડ ની અરજી કરવામાં આવી હતી તેનો પણ અમે વિરોધ કરીએ છિયે તેમ છતાં 2 દિવસ ના ટ્રાંઝિટ રિમાન્ડ આપવામાં આવ્યા છે,
વધુ માં એવી જાણકારી આપવામાં આવી છે કે મૌલાના ને જૂનાગઢ લઇ જવામાં આવશે.
#WATCH | Maulana Mufti Salman Azhari who was arrested by Gujarat ATS in a hate speech case, brought to the ATS office in Ahmedabad from Mumbai. pic.twitter.com/zwPthdIK6x
— ANI (@ANI) February 5, 2024
Maulana ની અટકાયત બાદ તેણે તેના સમર્થકો ને વિનંતી કરી હતી કે” ના તો હું ગુનેગાર છું,ના તો મને ગુના કરવા બદલ અહી લાવવામાં આવ્યો છે,પોલીસ મહત્વપૂર્ણ તપાસ કરી રહી છેઅને હું પણ તેમને સહકાર આપી રહ્યો છું.
ન્યૂઝ એજન્સી ANI ના જણાવ્યા મુજબ Maulana Mufti Salman Azhari ને હાલમાં અમદાવાદ ખાતે આવેલ ATS ની ઓફીસ પર લાવવામાં આવ્યા છે.