Big Boss 17 winner: Salman Khan ના ખૂબ જ ચર્ચિત તથા વિવાદિત શો છે તથા વાત કરીએ ટીઆરપી ની તો આ શો ટીઆરપી લીસ્ટ માં પણ ટોપ પર રહ્યો છે,બિગ બોસ સીઝન 17(Big Boss 17 Winner) ની લોકો ઘણા સમય થી રાહ જોઈ રહ્યા હતા તેનો હવે અંત આવ્યો છે,મુનાવર ફારૂકી દ્વારા ટ્રોફી પોતાને નામ કરવામાં આવી છે.
Big Boss 17 સીઝન ની શરૂવાત માં ટોટલ 17 લોકો એ ભાગ લીધો હતો તથા અમુક સ્પર્ધકો એ વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી પણ લીધી હતી, જેમાં થી અંત માં 5 લોકો તેમાં મુનાવર ફારુકી,અભિષેક કુમાર,અંકિતા લોખંડે, મન્નારા ચોપરા,અરુણ મહાશેટ્ટી વચ્ચે બિગ બોસ 17 જીતવાની (Big Boss 17 Winner)જંગ જામી હતી તેમાં થી અંતે અભિષેક કુમાર તથા મુનાવર ફારૂકી બંને માંથી લોકો ના વોટ દ્વારા સલમાન ખાને મુનાવર ફારૂકી ની વિજેતા તરીકે જાહેરાત કરવામાં આવ્યો હતો તથા અભિષેક કુમાર ને ફર્સ્ટ રનરઅપ તરીકે જાહેર કરવામાં આવ્યો હતો જોકે અંત ની આ ક્ષણ દરમિયાન બંને ફીનાલિસ્ટ ઉમેદવાર ભાવુક થતાં જોવા મળ્યા હતા.
Ab yeh hua na ek yaadgaar janamdin ka shubharambh! Let the celebration begin as @munawar0018 lifts the iconic #BiggBoss17 trophy.#BB17 #BiggBoss17onJioCinema @BeingSalmanKhan pic.twitter.com/FiHey9DbUr
— JioCinema (@JioCinema) January 28, 2024
તમને જણાવી દઇએ કે બિગ બોસ 17 વિનર(Big Boss 17 Winner)મુનાવર ફારૂકિ એક સ્ટેન્ડઅપ કોમેડિયન છે,તથા લોક અપ શો બાદ મુનાવારે ખાસ લોકપ્રિયતા મેળવી હતી,સ્ટેન્ડ અપ કોમેડી દરમ્યાન ઘણી વાત મુનાવર વિવાદ માં ફસાયો હતો,ઘણી બધી ચડતી પડતી આવવા છતાં મુનાવર ની ચતુરાઈ તથા ચાહકોના ના પ્રેમ દ્વારા તેણે ટ્રોફી પોતાને નામે કરી લીધી છે.
Big Boss 17 સમગ્ર સીઝન દરમિયાન લોકો ને ખૂબ જ મનોરંજન થયું છે સમગ્ર સીઝન માં લોકો ને ટાસ્ક તથા ઘણા બધાં વિવાદ પણ જોવા મળ્યા છે જેમાં વાત કરી એ તો પતિ પત્ની નો જઘડો એટલે કે અંકિતા લોખંડે તથા વિકી જૈન વચ્ચે શો દરમ્યાન જગડો થયો હતો,તથા આયેશા ખાન દ્વારા મુનાવર પર છેતરપીંડી નો આરોપ લગાવામાં આવ્યો હતો તે રીતે આ સીઝન દરમ્યાન સ્પર્ધકોની અંગત જીવન વિશે પણ ઘણી બધી વાતો લોકો ને જાણવા મળી હતી.
બિગ બોસ 17 સીઝન ના ફિનાલેમાં ટોપ ના 5 ફિનાલિસ્ટ દ્વારા બોલીવુડ ના લોકપ્રિય ગીતો પર પરફોર્મન્સ આપ્યું હતું તથા ગ્રાન્ડ ફિનાલેમાં સિનેમા જગત ની ઘણી બધી હસ્તીઓ એ હાજરી આપી હતી જેમાં આર. માધવન, ભારતી સિંહ,અજય દેવગન, કૃષ્ણા અભિષેક, માધુરી દીક્ષિત, ઓરી, અબ્દુ રોઝિક, સુનીલ શેટ્ટી, અરબાઝ ખાન, સોહેલ ખાન, સુદેશ લાહિરી.